'અયોધ્યા બાદ હવે કાશી-મથુરાનો વારો'
મથુરા વિવાદ પહેલીવાર કોર્ટમાં પહોંચ્યો છે. શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી મથુરા સિવિલ કોર્ટમાં વાદ દાખિલ કરાયો છે. શ્રીકૃષ્ણ સખા તરીકે રંજન અગ્નિહોત્રીએ વાદ દાખલ કર્યો છે. ત્યારબાદ સંગ્રામ છેડાયો છે. કોઈ તેનું સ્વાગત કરે છે તો કોઈ તેને રાજકીય ષડયંત્ર ગણાવે છે.
Trending Photos
લખનઉ: મથુરા વિવાદ પહેલીવાર કોર્ટમાં પહોંચ્યો છે. શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી મથુરા સિવિલ કોર્ટમાં વાદ દાખિલ કરાયો છે. શ્રીકૃષ્ણ સખા તરીકે રંજન અગ્નિહોત્રીએ વાદ દાખલ કર્યો છે. ત્યારબાદ સંગ્રામ છેડાયો છે. કોઈ તેનું સ્વાગત કરે છે તો કોઈ તેને રાજકીય ષડયંત્ર ગણાવે છે.
"ત્રણ સ્થાનની મુક્તિની વાત કરી હતી"
મથુરા કૃષ્ણ જન્મભૂમિ માટે શ્રીકૃષ્ણ વિરાજમાનની મથુરા કોર્ટમાં અરજી દાખલ થઈ તે બદલ અયોધ્યા પહોંચેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા વિનય કટિયારે તેનું સ્વાગત કર્યું છે. વિનય કટિયારનું કહેવું છે કે "ત્રણ સ્થાનની મુક્તિની વાત કરી હતી મથુરા,કાશી અને અયોધ્યા. અયોધ્યા તો જીતી ગયા હવે મથુરા અને કાશી માટે શેના પર કામ કરવાનું છે તે અંગે વિચાર કરવામાં આવશે."
તેમણે એમ પણ કહ્યું કે "મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ ગર્ભગૃહ પર મસ્જિદ છે, રસ્તો કૃષ્ણ જન્મભૂમિ થઈને જાય છે. તેના પર જબરદસ્તીથી મસ્જિદ બનાવવામાં આવી છે. ઈદગાહનું મેદાન હિન્દુઓનું પણ છે. જ્યાં સુધી આંદોલન ચાલુ નહીં કરવામાં આવે ત્યાં સુધી પ્રશાસન જાગશે નહીં. વિનય કટિયારનું કહેવું છે કે કબ્જાની લડાઈ માટે આંદોલન જરૂરી છે. હવે એ નક્કી કરવાનું છે કે આંદોલન કરવામાં આવે કે પછી કોર્ટમાં લડત લડવામાં આવે. જો કે જેમણે અરજી દાખલ કરી છે તેમણે સારૂં કામ કર્યું છે. પરંતુ સવાલ એ છે કે કેટલા દિવસ સુધી કેસ ચાલશે તે અંગે કહી શકાય નહીં. આ માટે મોટું આંદોલન ઊભું કરવું પડશે. જો કે ભાજપ રાજકીય રીતે કામ કરશે. વિહિપ પણ સહયોગ કરશે પંરતુ વિનય કટિયાર હજુ છે એટલે આંદોલન માટે તૈયાર છીએ."
"હિન્દુ મુસ્લિમ પર વિવાદ ખતમ કરો"
બાબરી મસ્જિતના પક્ષકાર રહી ચૂકેલા ઈકબાલ અન્સારીનું કહેવું છે કે "અમે હિન્દુ મુસ્લિમ વિવાદ ઈચ્છતા નથી. પરંતુ કેટલીક પાર્ટીઓ એવી છે કે જે મંદિર મસ્જિદ વિવાદ ઈચ્છે છે. તેનાથી જ તેમની રોજીરોટી છે. કાશી મથુરાની વાત કરીને લોકો હિન્દુસ્તાનનો માહોલ બગાડવા માંગે છે. તેઓ હિન્દુસ્તાનનો વિકાસ અટકાવવા માંગે છે. કોરોનાકાળમાં બધા રોજગાર બગડી ગયા છે. પરંતુ જાતિ ધર્મનું રાજકારણ કરનારા દેશ વિશે જોવા માંગતા નથી. હિન્દુ મુસ્લિમ વિવાદ ખતમ કરો કારણ કે તે લોકોએ પણ ભગવાન પાસે જવાનું છે."
રામા દળ ટ્રસ્ટના અધ્યક્ષ કલ્કિ રામે કૃષ્ણ જન્મભૂમિ માટે દાખલ કરાયેલી અરજીનું સ્વાગત કર્યું છે. પંડિત કલ્કિ રામનું કહેવું છે કે રામ જન્મભૂમિની જેમ જ કૃષ્ણ જન્મભૂમિ મુક્ત કરાવવી પડશે.
1992 જેવા હાલાત પેદા કરવાની કોશિશ
આ બાજુ મૌલાના મક્સૂદ અલીએ કહ્યું કે આ અરજીનો અર્થ એ છે કે ફરીથી 1992 જેવા હાલાત પેદા કરવાની કોશિશ થઈ રહી છે. મસૂદ અલીએ કહ્યું કે મથુરા ગંગા જમુના તહજીબનું મકજ છે. અહીંનો હિન્દુ મુસ્લિમ ભાઈચારો આખા દેશ માટે એક મિસાલ છે. અમે નથી ઈચ્છતા કે મથુરાની ફિઝાને કોઈની નજર લાગે.
તેમણે એમ પણ કહ્યું કે રહ્યો સવાલ શાહી ઈદગાહ અને શ્રી કૃષ્ણ જન્મભૂમિનો તો આ બંને ઈમારતો આપણને ભાઈચારા અને પ્રેમનો પેગામ આપે છે અને તેને મીટાવવાની કોશિશ ન કરવી જોઈએ. આપણે 1992ના હાલાત જોયા છે. એક્શનનું રિએક્શન શું હોય છે, ક્રિયાની પ્રતિક્રિયા કેવી હોય છે. અમે નથી ઈચ્છતા કે આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવામાં આવે, અમે ઈચ્છીએ છીએ કે સમુદાયના લોકો પરસ્પર બેસીને વાત કરે.
અત્રે જણાવવાનું કે રંજન અગ્નિહોત્રીએ કહ્યું કે કોર્ટે વાદ સ્વીકાર કર્યો, સોમવારે આગળની સ્થિતિ કોર્ટ નક્કી કરશે. હરિશંકર જૈન અને વિષ્ણુ જૈન વકીલ છે. કોર્ટ પાસે માગણી કરાઈ છે કે શાહી મસ્જિદને હટાવવામાં આવે. કૃષ્ણજીને જન્મભૂમિની આખી જમીન સોંપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે